I-ખેડૂત એક નવીન સોપાન
રાજયે છેલ્લા દાયકામાં સરેરાશ ૧૦% થી વધુનો કૃષિ વિકાસ દર હાંસલ કરેલ છે. રાજય દ્વારા દેશમાં પ્રથમ વખત કૃષિ મહોત્સવ અને સોઈલ હેલ્થ કાર્ડ જેવા નવીન કાર્યક્રમ આપેલ છે. આ વિકાસ યાત્રામા ચાલુ વર્ષે એક નવીન સોપાનનો ઉમેરો થયો છે. રાજયના ખેડુતોને ખેતી માટે જરુર પડતી ખેત સામગ્રી વિષે માહિતી સમયસર મળી રહે, અદ્યતન કૃષિ વિષયક માહિતી આંગળીનાં ટેરવે ઉપલબ્ધ થઈ શકે, વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ખેડૂતોને ઘરઆંગણે આસાનીથી મળી રહે અને હવામાન અને કૃષિ પેદાશોના જુદાજુદા બજારમા ચાલી રહેલ બજારભાવો જાણી શકાય તે માટે કૃષિ અને સહકાર વિભાગ દ્વારા I-ખેડૂત પોર્ટલ કાર્યાન્વિત કરેલ છે.
#ikhedutgujaratportal
#kisanportalgujarat
No comments:
Post a Comment