17 June 2016

15 રૂપિયાનીપાણી ની બોટલ મોઘી નથી પડતી

15 રૂપિયાનીપાણી ની બોટલ મોઘી નથી પડતી..
સિનેમા ટિકિટ ના 200 નડતા નથી..
હોટલો માં પીઝા કે બર્ગર કે પંજાબી ખાવાના હજાર હજાર ના બીલ થાય તે નડતા નથી..
70 રૂપિયાનું લીટર પેપ્સી,,કોક,,વેફર ને બીજા મોઘા નાસ્તા ફટાફટ વેચાય છે..
10 થી 15 રુપીયાના માવા તમાકુ તેમાં મોંઘવારી નડતી નથી..

અને ખેડૂતે મહેનત કરી પશુપાલન કરી માંડમાંડ જીવાય તેટલું કમાવાય
તેટલા દૂધ ના ભાવ માં બે રૂપિયા વધ્યા તેમાં બુમાબુમ થઇ ગઈ..
બે રૂપિયા લીટરે વધવાથી મોટાભાગ ના શહેરી કુટુંબ નાબજેટ માં માંડ 100 થી 200 રૂપિયા નો વધારો મહીને થાય..
આટલા રૂપિયા તો સ્ત્રીઓ અમથા અમથા પાણીપૂરી માં વાપરી કાઢે છે..
મીડિયા વાળાઓ એ લોકો ને જાત જાત ની વાતો કરી..
પણ સત્ય નાં બતાવ્યું...ક્યારેય કોઈખેડૂત ના ઘરે જઈ દૂધ નીઆવક નું મહત્વ તેમના જીવન માં શું છે તે નથી બતાવ્યું?ખેડૂત ની લાઈફ બતાવે તો લોકો ને ઉશ્કેરવાનું કેમ નું શક્ય બને?
સત્ય તે છે કે ખેડૂતો ની અડધો અડધ આવક અને જીવવાનું મહત્વનું સાધન દૂધ છે...આ દૂધ ના ભાવ વધતી મોઘવારી સાથે વધે નહી તો ખેડૂતો ને આત્મહત્યા કરવી પડે...
ખેડૂતો માટે કોઈ છઠ્ઠા કે સાતમાં પગારપંચ નથી બેશતા કે જેથી તેમનીપ્રોડક્ટ ના ભાવ માં દર વર્ષે ઇન્ક્રીમેન્ટ આવે...કે પાછલી અશર થી વધારો નથી મળતો...તેમને ફક્ત અને ફક્ત પરાણે પરાણે જીવાય તેટલો દૂધ નો ભાવ મળે છે...તે સત્ય ને ભૂલવું નહી જોઈએ.. આજ પ્રમાણે અન્ય ખેતપેદાશો માટે
પણ કહી શકાય
  

No comments:

Post a Comment