10 May 2016

ખેડૂતો માટે ખુશીના સમાચાર

ખેડૂતો માટે ખુશીના સમાચાર, આજે પશ્ચિમ દિશામાં પવન ફૂંકાયો, જાણો અખાત્રીનો આજે શુ કરાયો વરતારો...
આજે અખાત્રીજનો દિવસ છે, ત્યારે ખેડૂતો માટે ખુશીના સમાચાર છે.  આજના દિવસે પવનની દિશા પરથી વરસાદ અંગે વરતારો પણ કરવામાં આવે છે. તો આ વખતે પશ્ચિમનો પવન ફૂંકાઈ રહ્યો છે. જેથી ખેતી માટે વરસાદ સારો પડશે તેવો વરતારો કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, જો ઉત્તર દિશાનો પવન હોય તો તેનાથી સારો વરસાદ રહે છે. દક્ષિણના પવનથી પાણીની ખેંચનો સામનો કરવો પડી શકે છે. જો પૂર્વનો પવન વાય તો ઘાસચારાની તંગી ઉભી થવાની માન્યતા છે.

પશ્ચિમના પવનથી વન રાજી ખિલે તેવી માન્યતા છે અને પશ્ચિમનો પવન વાય તો ખેતી માટેનો શ્રેષ્ઠ અનુકુળતાનો વરસાદ આવશે. જેથી આ વખતના અખાત્રીના વરતારાથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.

No comments:

Post a Comment